તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 17th July 2025
રોંગ સાઇડમાં આવતા વાહનો જપ્ત કરો: ભારે વાહનો માટે પિક અવર્સ પ્રતિબંધનું કડક પાલન કરાવો : ગુજરાત હાઇકોર્ટની ટકોર
હવે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે યોજાશે અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે.

અમદાવાદ :ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોર અંગે કન્ટેમ્પ અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટમાં અમદાવાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશ્નર હાજર રહ્યા હતા. સરકારી વકીલે ટ્રાફિક વિભાગ દ્વારા કરેલ કાર્યવાહીના આંકડા કોર્ટ સમક્ષ મુક્યા હતા ..જેમાં રોંગ સાઇડ ડ્રાઇવના આરોપીઓ સામે જાન્યુઆરી મહિનામાં 75, ફેબ્રુઆરીમાં 42, માર્ચમાં 329, એપ્રિલમાં 133, મેં માં 95, જૂનમાં 226, જુલાઇમાં 16 દિવસમાં 329 FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજાર ચલણ ઇસ્યૂ થયા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર સમક્ષ રોંગ સાઇડ આવતા વાહનોને નાથવા કોર્ટની સૂચના ધ્યાને મૂકાઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે રોંગ સાઇડ ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા પોલીસ અધિકારીઓને હુકમ આપ્યો છે. જો કે કોર્ટે કહ્યું હતું FIR નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.
સરકારી વકીલે કહ્યું હતું કે અઘરી પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદ અને ભેજવાળા અને ધૂળિયા વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ ડ્રાઇવ કરે છે, અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ નાથીશું. કોર્ટ સમક્ષઅઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.
કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો.... હવે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે યોજાશે અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
