તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
શનિવારે સાપુતારામાં ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ લોક પ્રશ્ને મહત્વની રણનીતિ ઘડશે
ડ્રગ્સ માફીયાઓ સામે લોકોના સહકારથી અભિયાન, વ્યાજખોરોના પાપે કોઇના જીવન ન હોમાઈ , મુદામાલના સોના, ચાંદીના દાગીના મોડા મળવાથી સામાન્ય માણસના પ્રસંગો ન અટકે તેવા વ્યાપક પ્રયાસો રાજ્યભરમાં પ્રબળ બનાવવા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની નેમ : સાપુતારામાં પ્રવાસીઓને અકસ્માતનો ભોગ બનતા રોકવા જેમણે ઊંડો અભ્યાસ કર્યો છે તેવા અનુભવી IPS રેન્જ IG દ્વારા ડાંગ એસપી યશપાલ જગાણિયા સાથે ચર્ચા, આયોજનને આખરી ઓપ, કાલ સાંજ સુધીમા અધિકારીઓના ધામા

રાજકોટ, તા.૧૭: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા એ સમયે વિવિધ રાષ્ટ્રીય તહેવાર અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી એક જ સ્થળે ગાંધીનગર કરવાને બદલે વિવિધ જિલ્લાઓમાં કરવાની નીતિ અખત્યાર કરેલ, તે મુજબ નિવળતિ પછી જેમને ૬ માસનું વિશેષ એક્સ્ટેન્શન્સ મળ્યુ છે તેવા રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાતના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાં દર માસે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ,લો એન્ડ ઓર્ડર વડા સહિત સિનિયર અધિકારીની કોન્ફરન્સ ડાંગ જિલ્લાના ચોમાસા ઋતુમાં જેનું અદભુત પ્રાકળતિક સૌંદર્ય મનમોહક બને છે તેવા સાપુતારા ખાતે શનિવારે આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોન્ફરન્સ સવારે ૧૦. ૩૦ કલાકે પ્રારંભ થવાનો હોવાથી ૮ મી અને શુક્રવારની સાંજ સુધીમાં સિનિયર ips અધિકારીઓને પોહચી જવા સૂચવ્યું છે. આદિવાસીઓની જીવન શેલી સાથે તેમના મૂળભૂત પ્રશ્નો અને તેના નિરાકરણ બાબતથી દરેક ips સારી રીતે પરિચિત રહે તેવી પ્રવર્તમાન સમયમાં ખૂબ જરૂરી હોવાનું સરકાર માનતી હોવાથી આ બાબત પણ દરેકને જાણકારી રહે તેવું મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય માની રહ્યા છે. ડ્રગ્સનું દુષણ,સાયબર ક્રાઈમ માફીયાઓને નાથવા, શાળા કોલેજોમાં ટ્રાફિક અંગે જાગળતિ, ડિજિટલ એરેસ્ટ જેવી ફરિયાદોમાં લોકોને સહાનુભૂતિ પૂર્વક સાંભળી તેમને હિંમત આપવી, ચોરી, લૂંટ,ઘરફોડી સમય ગુમાવેલ રકમ, મુદામાલ તરીકે જમા થયેલ હોય તેવી રકમ, સોના, ચાંદીના દાગીનાની લ્વિગેરે મુદામાલ ઝડપથી પરત અપાવવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમોની સંખ્યા વધારવા, વ્યાજખોરો સામે વધુ કડક કાર્યવાહી કરી લોકોને અકાળે જીવ ગુમાવતા રોકવા વિગેરે બાબતો ચર્ચાનો મુખ્ય મુદ્દો રહશે. અનુભવી સિનિયર IPS અને સાપુતારાના અકસ્માતો રોકવા માટે ઊંડો અભ્યાસ કરનાર ig પ્રેમવીરસિંહ જાતે સાપુતારા પોહચી ડાંગ એસપી યશપાલ જગાણિયા સાથે આયોજન અંગે વિસ્તળત ચર્ચા કરી માર્ગદર્શન આપેલ.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
