તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 17th July 2025
AC કચેરીમાં બેસીને રિપોર્ટ બનાવી કોને ઉલ્લુ બનાવો છો? ટેક્સમાંથી પગાર ચૂકવાય છે, તો પ્રજા પ્રત્યે જવાબદારી ખરી કે નહી?
મૃદુ ભૂપેન્દ્રભાઇએ ત્રીજું લોચન ખોલતાં કેબિનેટ સ્તબ્ધઃ જવાબદારો સામે સખત પગલાંની સૂચના : કમનસીબ ગંભીરા બ્રિજની દુર્દશાને બદલે મોટરેબલનો રિપોર્ટ કેવી રીતે અપાયો?

અમદાવાદ,તા.૧૭: વિકસિત ગુજરાત ભનાવવાની સંકલ્પના સાથે આગળ વધી રહેલા રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, નવા બનેલા રસ્તા, પુલોની ખરતા સ્થિતિ અને જેની ખરેખર યોગ્ય રીતે મરામત થવી જોઈએ તેવા રસ્તા, પુલોની અયોગ્ય જાળવણીને કારણે સામાન્ય જનતાથી માંડીને વેપાર, ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે. ખાસ કરીને ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી સરકાર પર માછલાં ધોવાયા છે તેને લઈને છેલ્લા એક સપ્તાહથી પંચાયતથી માંડીને રાજ્યકોરીમાર્ગ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થાગડથીગડ, પુરાણ કરી રસ્તાઓને મોટરેબલ કરવા તેમજ જે બ્રિજની સ્થિતિ ગંભીર જણાઈ છે તેના પર ટ્રાફિક રોકવા અને અમુક બ્રિજ જ પર પર બંધ કરવાની ફરજ પડી છે. આ સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુષવારે કેબિનેટમાં ભારે રોષ ઠાલવ્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓને લાલ આંખ કરીને આવી લેષાર્જીને કોઈપણ રીતે ૭ નહીં ચલાવી લેવાય એમ સ્પષ્ટપણે સુણાવી દીધું હતું. સામાન્ય રીતે સૌમ્ય-મળદ્દ સ્વભાવ, સદાય હસતા રહેતા મુખ્યમંત્રીના આવા રૌદ્ર રૂપી કેબિનેટ સ્તબ્ધ થઈ ગઈ હતી.
મુખ્યમંત્રીએ દેશભોર્ડના માધ્યમથી રાજ્યભરમાંરસ્તા અને બ્રિજની સ્થિતિ અંગેનો રિયલ ટાઈમ રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં પણ અનેક ઉણપો એમના ખાને આવી હતી. આથી આજે કેબિનેટ મળી ત્યારે અધિકળત એજના પરના કામકાજને આટોપી લઈ મુખ્યમંત્રીએ રસ્તા અને બ્રિજનોમુદ્દો હાથ પર લઈને ભારે રોષપૂર્વક વાત મૂકી હતી. વરિષ્ઠ અધિકારીઓને છેલ્લા એક માસમાં ત્રણથી વધુ વખત માળખાકીય સુવિધાના કામોના સ્થળ નિરીશલ કરવાની સૂચના આપી હોવા છતાં પથાર પર પાણી જેવી સ્થિતિથી નાખુશભૂપેનભાઈએ સ્પષ્ટ કહ્યું કે, જમતા પરેશાન થઈ રહી છે એમ છતાં ઓફિસમાં બેસીને બપુ સલામત છે એવા રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે! પ્રજાના ટેક્સના પૈસાથી સૌને પગાર મળે છે, સરકાર માગણી મુજબ TA-DA પણ આપી રહી છે ત્યારે-જા પ્રત્યે તમારી કોઈ જવાભદારી ખરી કે નહીં? જયાં કોન્ટ્રાક્ટરોએ નબળું કામ કર્યું છે એની સામે સખત પગલાં લો. જે કોઈ અધિકારી જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સમય ઘટનાઓમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. એક પખવાડિયામાં રિપોર્ટ રજૂ કરી. તેમણે સંબંધિત મંત્રીમંડળના સભ્યોને પણ પોતાના જિલ્લાના પ્રવાસ કે અન્ય પ્રવાસ દરમિયાન કયાંય કોઈ શતિ કે ઉણપ જણાય તો સીપુ ખાન દોરવા પણ સૂચના આપી હતી.
ગયા સપ્તાહે વડોદરા -આણંદવચ્ચેમહીસાગર નદી પર મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ૨૧ નિર્દોષ નાગરિકોના મળત્યુ થયા હતા. આ બ્રિજનું મે મહિનામાં જ ઈન્જેક્શન કરાયું હતું અને તેને સંબંષિત એક્ઝિકયુટિવ એન્જિનિયરથી માંડીને મદદનીશ એન્જિનિયરોએજર્જરીત બ્રિજની યાદીમાં સમાવ્યો ન હતો. આમ તો આ બ્રિજ બે વર્ષ અગાઉ જ જર્જરીત ગણીને તેના સ્થાને નવો બ્રિજ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ હતી. નવેમ્બર ૨૦૨૪માં આ બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી નવી ડિઝાઈનની તૈયારી શરૂ થઇ હતી, જોકે, આ દરમિયાન બ્રિજની સ્થિતિ અંગે કોઈ ધ્યાન ન રખાતા તે તૂટી પડયો હતો. સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછી રસ્તા, બ્રિજના ઇન્ડન્સ્પેકરાન કરવામાં આવતા હોય છે, પરંતુ નિભર અધિકારીઓ ઓફિસોમાં જ બેસીને સાવ દેખીતી રીતે જર્જરીત થઈ ગયેલા રસ્તા, બ્રિજ સિવાયના રસ્તાઓને મોટરેબલ જ ગણાવ્યે રાખે છે. આ ઘટના પછી ૩૯ બ્રિજ અને રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. હવે આંક વધીને ૧૩૩ સુધી પહોંચ્યો છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
