<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

અમદાવાદમાં AMCના સ્લમ ક્વાટર્સ રિ ડેવલપમેન્ટને સરકારની મંજૂરી :સફાઈ કર્મચારીઓને મળશે નવા ઘર

AMC સ્ટેન્ડીંગ કમિટી ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી: હજારો પરિવારોને નવા આવાસનો લાભ મળશે .

અમદાવાદ : રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. AMCના સ્લમ ક્વાટર્સ રિ ડેવલપમેન્ટ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. AMC સફાઈ કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. AMC કર્મચારીઓના આવાસનુ ડેવલપમેન્ટ કરાશે . AMC સ્ટેન્ડીંગ કમિટી ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી છે . રાજ્ય સરકાર દ્વારા ઠરાવને મંજૂરી અપાઈ છે. આ મંજૂરી મળતા હજારો પરિવારોને નવા  આવાસનો લાભ મળશે .

 

(11:52 PM IST)