તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બે ધારાસભ્યોના શપથ : વિસાવદરના ગોપાલ ઈટાલિયા સાથે કડીના રાજેન્દ્ર ચાવડા પણ સભ્ય તરીકે શપથ લેશે
બુધવારે સવારે ૧૧ વાગ્યે અધ્યક્ષની ચેમ્બરમાં યોજાશે શપથવિધિ : ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા સત્તાવાર જાહેરાત : બે નવી પ્રતિભાઓનું વિધાનસભામાં આગમન

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આવતીકાલે, બુધવાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બે નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ઉપરાંત, કડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેશે.
ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવ (I/C) સી.બી. પંડ્યા દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ, અધ્યક્ષના આદેશાનુસાર ગોપાલ ઈટાલિયાના શપથ બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે નિર્ધારિત કરાયા છે. આ જ સમયે, રાજેન્દ્ર ચાવડા પણ પોતાના શપથ ગ્રહણ કરશે તેમ જાણવા મળે છે.
બંને ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના બીજા માળે આવેલી માનનીય અધ્યક્ષની ચેમ્બર ખાતે શપથ લેવા માટે ઉપસ્થિત રહેશે. આ શપથવિધિ સાથે, બંને ધારાસભ્યો વિધિવત રીતે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેનો કાર્યભાર સંભાળશે, અને તેઓ પોતપોતાના મતવિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
