તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
બનાસકાંઠાના લાખણી અને થરાદમાં ધોધમાર 1-1 ઈંચ વરસાદ ખાબક્યો
ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરેલા પાકને નુકસાનની ભીતિ: થરાદમાં ભાભર-મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાયું

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના લખાણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. લાખણી અને થરાદમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાખણી તાલુકાના ગામ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરેલા પાકને નુકસાનની ભીતિ છે. થરાદમાં ભાભર-મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે. સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
