<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો

સીઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ: ડેડીયાપાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે.

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદ ખાબકતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. 

 સીઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડેડીયાપાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. ત્યારે ડેડીયાપાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

(7:28 PM IST)