તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ફાર્મા અને હેલ્થ કેર ટ્રેનિંગ માટેના ગણપતિ યુનિવર્સિટી અને ‘‘પેજ'' ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ.

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧પઃ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની માંગ અને ફાર્મા એજયુકેશનના શ્રેષ્ઠ શૈક્ષણિક વાસ્તવ વચ્ચેના અંતરને ઓછું કરવાની ઉદ્દાત ભાવના સાથે તાજેતરમાં ગણપત યુનિવર્સિટી અને ફાઉન્ડેશન ઓફ ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એકસેલન્સ (PAGE) વચ્ચે એક MOU સાઇન થયું હતું.
ફાર્મા અને હેલ્થકેર એજયુકેશન દ્વારા વૈશ્વિક ફાર્મા ઉદ્યોગના ઉચ્ચ ધોરણોને અનુસરીને વિવિધ તાલીમી અભ્યાસક્રમો-પ્રોગ્રામ્સ ઓફર કરવાનો આ એમ.ઓ.યુ. (MOU) નો હેતુ છે. આ એમ.ઓ.યુ. સાઇનિંગ સેરેમનીના અવસરે ફાર્મા-એજયુકેશન અને ફાર્મા-ઇન્ડસ્ટ્રી બંનેના સુપ્રતિષ્ઠિત મહાનુભાવો એક મંચ ઉપર ભેગા થયા હતા, જેના પરિણામે ‘‘કોલોબોરેટિવ લર્નિંગ'' અને ‘‘સ્કીલ ડેવલપમેન્ટ''ના એક નવા યુગનો પ્રારંભ થઇ શકે છે.
ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો. ચાન્સેલર અને ડાયરેકટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ આ અવસરને વધાવતા કહ્યું હતું કે, ‘‘વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની જરૂરિયાતોને અમે યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં સાંકળવા માટે પ્રતિબધ્ધ છીએ.''
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
