તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
અમદાવાદની જાણીતી VS હોસ્પિટલમાં પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને તોડી પાડવા કાર્યવાહી
ભયજનક ઇમારતને તોડવા હાઇકોર્ટે મંજૂરી આપતા કામગીરી શરૂ : મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો ભાગ તોડી પડાશે.

અમદાવાદ : ગાંધી-સરદારની પ્રેરણા અને દાતાઓના દાનથી બનેલ VS હોસ્પિટલમાં ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભયજનક ઇમારતને તોડવા હાઇકોર્ટે મંજૂરી આપતા કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને તોડવામાં આવી રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો ભાગ તોડી પડાશે.
SVP હોસ્પિટલ બની ત્યારબાદ જ VS હોસ્પિટલ બંધ કરવાનું હતું આયોજન. વિપક્ષે VS હોસ્પિટલ બચાવોનું આંદોલન પણ શરૂ કર્યું હતું. મામલો હાઇકોર્ટમાં જતા તત્કાલીન મ્યુનિ કમિશનરે 500 બેડની હોસ્પિટલ ચાલુ રાખવા બાંહેધરી આપી હતી.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
