<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ, GSEB વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ

વિદ્યાર્થીઓ વોટસએપ દ્વારા તેમના ફોન પર પોતાનું રીઝલ્‍ટ મેળવી શકશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025 માં લેવાયેલી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહની મુખ્ય પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ થયા હતા, તેમના માટે આયોજિત પૂરક પરીક્ષાના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે હેતુથી 23 જૂન, 2025 થી 3 જુલાઈ, 2025 દરમિયાન પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ, GSEB વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ.

ગુજરાત બોર્ડના SSC રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગુજરાત ધોરણ 10 રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને GSEB રોલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માર્કશીટ 2025 ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

  • સ્ટેપ 1: GSEB ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ગુજરાત SSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો.
  • સ્ટેપ 4: GSEB માર્કશીટ જોવા મળશે.
  • સ્ટેપ 5: ભવિષ્યના સંદર્ભ માટે ગુજરાત ધોરણ 10ની માર્કશીટ ડાઉનલોડ કરો.

વિદ્યાર્થીઓ વોટ્સએપ (Whatsapp) દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC ધોરણ 10 રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા અને ધોરણ 10નું 83.08 ટકા પરિણામ નોંધાયું હતું. આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે બોર્ડ દ્વારા પરિણામ સુધારવા માટે પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

(1:34 PM IST)