તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
અરબસાગરમાં કરંટ આવતા વરસાદી સિસ્ટમ સક્રિય બનીઃ સવારે ૬ થી ૧૦ સુધીમાં બનાસકાંઠામાં મેઘો મન મુકી વરસ્યોઃ દાંતામાં અધરાધાર વરસાદ
ડીસા તાલુકામાં 0.98 ઈંચ, વડગામ તાલુકામાં 0.71 ઈંચ, પાલનપુર તાલુકામાં 0.43 ઈંચ, ધાનેરા તાલુકામાં 0.2 ઈંચ,દાંતીવાડા તાલુકામાં 0.16 ઈંચ,કાંકરેજ તાલુકામાં 0.16 ઈંચ, લાખાણી તાલુકામાં 0.8 ઈંચ વરસાદ ખાબકયો

અમદાવાદઃ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે સવારે 6થી 10 વાગ્યા સુધી બનાસકાંઠાના 8 તાલુકામાં વરસાદ થયો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં સવારે 6થી 10 વાગ્યા સુધી બનાસકાંઠાના દાંતા તાલુકામાં 3 ઈંચથી વધારે વરસાદ થયો છે.
આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો તે જાણો…
દાંતા તાલુકામાં 3.19 ઈંચ વરસાદ
ડીસા તાલુકામાં 0.98 ઈંચ વરસાદ
વડગામ તાલુકામાં 0.71 ઈંચ વરસાદ
પાલનપુર તાલુકામાં 0.43 ઈંચ વરસાદ
ધાનેરા તાલુકામાં 0.2 ઈંચ વરસાદ
દાંતીવાડા તાલુકામાં 0.16 ઈંચ વરસાદ
કાંકરેજ તાલુકામાં 0.16 ઈંચ વરસાદ
લાખાણી તાલુકામાં 0.8 ઈંચ વરસાદ
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
