તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
સુરતના સહારા દરવાજા પાસે બેફામ દોડી રહેલી એસટી બસે એક પછી એક પાંચથી વધુ ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા
ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો અને સ્થાનિકોએ ભસને ઘેરી લેતાં હોબાળો મચી જવા પામ્યો

સુરતના સહારા દરવાજા પાસે એક બેફામ દોડી રહેલી એસટી ભસનાં ચાલકે એક પછી એક પાંચથી વધુ ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પીક અવર્સમાં એસટી બસનાં ચાલક દ્વારા ગફલતભરી રીતે વાહન હંકારીને વાહન ચાલકોનાં માથે જીવનું જોખમ ઉભું કરતાં એક તબક્કે ભારે નાસભાગ મચી જવા પામી હતી.
બીજી તરફ ઘટનાને પગલે ત્રણ વાહન ચાલકોને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા હાલમાં બસ ચાલક વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને બસની આસપાસ પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકોનાં જીવ રીતસરનાં પડીકે બંધાયા હતા. જો કે, ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો અને સ્થાનિકોએ ભસને ઘેરી લેતાં હોબાળો મચી જવા પામ્યો હતો. બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં ત્રણ વાહન ચાલકોને ઈજા પહોંચતા તમામને તાત્કાલિક નજીકમાં જ આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
