તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
પશ્ચિમ રેલવે તથા મધ્ય રેલવેના મહાપ્રબંધક દ્વારા પાલનપુર-સાબરમતી સેક્સનનું નિરીક્ષણ કરાયું
માસ્ટર કેબિન, રનિંગ રૂમ મેનેજમેન્ટ સિસ્ટમ અને ARME સ્કેલ, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું નિરીક્ષણ કર્યું.

અમદાવાદ : પશ્ચિમ રેલવે તથા મધ્ય રેલવેના મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ અમદાવાદ મંડળના પાલનપુર-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું અને સાબરમતી, પાલનપુર અને કલોલ સ્ટેશનો પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
સેક્શનમાં તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ સલામતી પાસાઓની સમીક્ષા કરી હતી. પાલનપુર અને સાબરમતી રેલવે સ્ટેશનો પર માસ્ટર કેબિન, રનિંગ રૂમ મેનેજમેન્ટ સિસ્ટમ અને ARME સ્કેલ, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું નિરીક્ષણ કર્યું. તેમના નિરીક્ષણ દરમિયાન, મહાપ્રબંધકે અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા પાલનપુર, કલોલ અને સાબરમતી સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
