તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
સુરતમાં સગીરાને સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી ભારે પડી :કેફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજારી વીડિયો બનાવ્યો : નરાધમની ધરપકડ
વિડીયો થકી વારંવાર બ્લેકમેલ કરતા સગીરાએ તેમના પરિવારજનોને સમગ્ર વાતની જાણ કરતા પરિવારએ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી

સુરતના વરાછા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી હતી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ફાર્મ હાઉસ ખાતે મળવા માટે લઈ ગયો હતો જ્યાં સગીરાને કેફી પીણું પીવડાવી એમની સાથે દુષ્કર્મ ગુજારી તેમનો વીડિયો બનાવી લીધો.પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી.
હાલના આ સોશિયલ મીડિયાના સમયમાં લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે ઘણા લોકો તેનો ફાયદો ઉઠાવતા હોય છે તો ઘણાય તેમનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે સોશિયલ મીડિયાના માધ્યમથી 16 વર્ષની એક સગીરા એક યુવકના પરિચયમાં આવે છે સૌપ્રથમ બંને વચ્ચે વાતચીત થાય છે આ વાતચીત પ્રેમમાં પરિણમે છે ત્યારબાદ યુવક સગીરાને મળવા માટે બોલાવે છે બંને એક ફાર્મ હાઉસમાં મળે છે જ્યાં યુવકે સગીરાને કેફી પીણું પીવડાવી સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી વિડીયો બનાવી લીધો હતો આ વિડીયો થકી વારંવાર સગીરાને બ્લેકમેલ કરતા સગીરાએ તેમના પરિવારજનોને સમગ્ર વાતની જાણ કરતા પરિવાર એ વરાછા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.
સગીરા ને વારંવાર આ યુવક ફરી પાછો મળવા માટે બોલાવતો હતો અને મળવા ન આવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો સતત ધમકીથી કંટાળી ૧૬ વર્ષીય સગીરાએ પરિવારને જાણ કરી હતી પરિવારને સમગ્ર મામલાની જાણ થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે તાત્કાલિક જ નરાધમ હાર્દિક કાછડ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી. હાર્દિક કાછડ પોતાના instagram એકાઉન્ટમાં અવનવા ફોટા મૂકી સગીરાને ભોળવી તેની સાથે મિત્રતા કર્યા બાદ પ્રેમ સંબંધ બાંધવા માટેની વાત કરી હતી યુવકની લલચામણી અને મીઠી વાતોથી સગીરા ભોળવાઈ ગઈ હતી અને યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.. યુવાકે આ પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવવા માટે સગીરા ને ફાર્મ હાઉસ ખાતે મળવા બોલાવી હતી. જ્યાં સગીરા ની જાણ બહાર તેમના ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી દેતા સગીરા અર્ધ બેભાન થઈ ચૂકી હતી જેનો લાભ લઈ યુવકે સગીરા પર દુષ્કર્મ આચાર્ય હતું. પરિવારે તાત્કાલિક આ ઘટનાને લઇ વરાછા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ મથક ખાતે જઈ નરાધમ હાર્દિક કાછડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે તાત્કાલિક જ વરાછા પોલીસ ફરિયાદના આધારે એક્શનમાં આવી ગઈ હતી અને નરાધમ આરોપી હાર્દિક કાછડ ની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
