<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ભરૂચના વાલિયામાં મહિલાના મૃતદેહ મામલે મોટો ખુલાસો :ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરીને લાશ નાળામાં ફેંકી દીધી હતી : ધરપકડ

પતિએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા પત્નીનું મોત થયું: પ્રથમ પત્નીનું અવસાન થતા આરોપીએ બીજા લગ્ન કર્યા હતા.

ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલાના મૃતદેહ મામલે તપાસમાં ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પતિએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા પત્નીનું મોત થયું હતુ. મૃતદેહને કોંઢ ગામ નજીક નાળામાં ફેંકીને આરોપી ફરાર થયો હતો. પ્રથમ પત્નીનું અવસાન થતા આરોપીએ બીજા લગ્ન કર્યા હતા. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:34 PM IST)