<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

નશાકારક સીરપના પગલે હવે ગુજરાતમાં નશાકારક ટેબલેટનું પણ ધૂમ વેચાણ

સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારની શંકા સાચી ઠરી , સીરપ સાથે નશાકારક ટેબલેટનો જથ્‍થો પકડાયો

 

રાજકોટ તા.  ૧ર :. ગુજરાતભરમાં ડ્રગ્‍સ માફક નશાકારક સીરપ અંગે મેડિકલ સ્‍ટોરની સઘન ચેકીંગ કાર્યવાહી અંતર્ગત હવે કેફી પદાર્થોના બંધાણીઓ દ્વારા નશાકારક ટેબ્‍લેટનો ઉપયોગ થઈ રહ્યાની સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંર સુધી માહિતી આવતા આ દિશામાં તપાસ કરવા એડી.પોલીસ કમિશનર લીના પાટીલ અને ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સાથે બેઠક કરી અને તેની અમલવારી ડીસીપી હરપાલસિંહ રાઠોડ ટીમને જવાબદારી સુપ્રત કરેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સપેકટર આર.જી.જાડેજા તથા પો.સ.ઇ. સી.ડી.યાદવ અને ટીમના માણસોએ આજવા રોડ, કલ્‍યાણનગર સોસાયટીની સામે, દત્તનગર ખાતે રહેતો ઇસમ નામે લાખનસીંગ મગનસીંગ સિકલીગરનો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર બિન અધિકળત નશાકારક ટેબ્‍લેટ તથા સીરપનો જથ્‍થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ માહીતી આધારે આજવા રોડ દત્તનગર ખાતેના મકાને રેઇડ કરતાં મકાનમાં ઇસમ નામે લખનસિંગ મગનસિંગ સિકલીગર ઉ.વ-૪૩ રહે. દત્તનગર, કમલાનગરની સામે, આજવા રોડ, વડોદરાનો હાજર મળેલ.સદર ઇસમને સાથે રાખી મકાનમાં ઝડતી તપાસ કરતાં લાકડાના પેટી પલંગમાંથી ટેબ્‍લેટના સ્‍ટ્રીપો જે તમામ સ્‍ટ્રીપ NRX Alprazolam Tablets ની કુલ ૧ર૮૬ ટેન્‍ટ તેમજ   NRX Dicyclomane HCI, tramadol HCI & Acetamanophen capsule ની સ્‍ટ્રીપો કુલ કેપ્‍સુલ ૧૧૨ તેમજ NRX Nitrazepam Tablets IP Nitrosuઁ ૧૦ ની બે સ્‍ટ્રીપ જેમાં ૧૫ ટેબ્‍લેટ અને મકાનમાં પેટી પલંગની નીચે કાપડની થેલીમાં સીરપ ભરેલ પ્‍લાસ્‍ટીકની બોટલ નંગ-૦૯ બોટલો જેમાં ૦૭ બોટલ  triprolidine hydrochloride & codeine phosphate syrup 100ml  ની ને બે જોરોના અઢી નાંખેલ મળી. આ મળી આવેલ ટેબ્‍લેટ, કેપ્‍સુલ તેમજ સીરપની બોટલનો જથ્‍થો પોતાના કબજા ભોગવટામાં રાખવા બદલ સદર ઇસમ પાસે પાસ પરમીટ તેમજ ડોકટર દ્રારા લખી આપેલ પ્રિસ્‍ક્રીપ્‍સન હોય તો તે રજુ કરવા જણાવતા તેને તે પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. આ તમામ ટેબ્‍લેટો,કેપ્‍સુલો અને સીરપની ફુડ એન્‍ડ ડ્રગ્‍સ અધિકારીશ્રી તથા એફ.એસ.એલ. અધિકારીશ્રી દ્વારા ખાત્રી કરાવતાં આ તમામ દવાઓ એન.ડી.પી.એસ. એકટ હેઠળ નાર્કોટીકસ દવા તરીકે સમાવિષ્ટ હોવાનુ અને આ દવા રહેણાંકની જગ્‍યા ઉપર કોઇ લાયસન્‍સ કે પાસ પરમીટ વગર રાખવામાં આવે તો એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો બનતો હોવાનુ તેમજ આ મળી આવેલ શંકાસ્‍પદ ટેબ્‍લેટ,કેપ્‍સુલ તેમજ સિરપમાં નાર્કોટીકસ ડ્રગ્‍સ એન્‍ડ સાયકોટ્રોટોપીક સબસ્‍ટંસના તત્‍વોનો સમાવેશ હોવાનુ જણાઇ આવેલ. આ ઇસમને તેના મકાનમાંથી મળી આવેલ નશાકારક ટેબ્‍લેટ, કેપ્‍સુલ તથા સિરપનો જથ્‍થો તેને કયાંથી અને કોની પાસેથી મેળવેલ છે ? તે બાબતે પુછપરછ કરતા તેને સોમાતળાવ ચાર રસ્‍તા પાસે મેડીકલ સ્‍ટોર પરથી આ ટેબ્‍લેટ, કેપ્‍સુલ તેમજ સિરપનો મેળવી હોવાનું જણાવેલ છે

(1:26 PM IST)