તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ::સૌથી વધુ તલોદમાં 2 ઈંચ ખાબક્યો
કચ્છના માંડવીમાં 1.6 ઈંચ વરસાદ, ધોળકામાં 1.26 ઈંચ, માણસામાં 1.2 ઈંચ, ભિલોડામાં 1.2 ઈંચ, ડોલવણમાં 1.14 ઈંચ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના માંડવીમાં 1.6 ઈંચ વરસાદ, ધોળકામાં 1.26 ઈંચ, માણસામાં 1.2 ઈંચ, ભિલોડામાં 1.2 ઈંચ, ડોલવણમાં 1.14 ઈંચ વરસાદ તો 24 કલાકમાં અન્ય તાલુકામાં છુટો છવાયો વરસાદ પડ્યો છે.
ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
