<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

વડોદરાR&Bવિભાગેબ્રિજના મેજર રિપેરિંગની દરખાસ્‍ત કરી ડિઝાઈન વિભાગે લીપાપોતી કરી

ગંભીરા બ્રિજ દુર્ઘટના નથી, અધિકારીઓની ગંભીર બેદરકારીથી સર્જાયેલો હત્‍યાકાંડ ગાંધીનગર ડિઝાઈન વિભાગે બ્રિજના રિપેરિંગ પાછળ રૂા. ૧.૨૫ કરોડનો ધુમાડો કર્યો, છતાં ઘટના બની

 વડોદરાઃ તા.૧ર,પાદરાના મુજપુર ગામે ૨૧ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાના બનાવમાં રોડ એન્‍ડ બિલ્‍ડીંગ વિભાગ (વડોદરા ગામ્‍ય) કરતાં ગાંધીનગર ડિઝાઈન વિભાગના જે તે સમયના અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. ચોકાવનારી વાત એ છે કે, રોડ એન્‍ડ બિલીંગ વિભાગે લગભગ મે - ૨૦૨૩માં ગંભીરા બ્રિજના મેજર રીપેરીંગ માટે દરખાસ્‍ત કરી હતી, પરંતુ ડિઝાઈન વિભાગે રૂા. ૧.૨૫ કરોડના ખર્ચ માત્ર લિપાયોતી કરી લોકોના જીવ સાથે રમત રમવાનું ગંભીર કળત્‍ય આચવું હોવાનું સાષ્ટ થાય છે.

પાદરાના મુજપુર ગામે આવેલો ગંભીરા બિજ રૂ.૩.૪૩ કરોડના ખર્ચે સને ૧૯૮૫માં બની તૈયાર થયો હતો. જેનું નિર્માણ ઉત્તર પ્રદેશ સ્‍ટેટ બ્રિજ કોર્પોરેશન લિ. દ્વારા કરાયું હતું. આ બિજના કુલ ૨૭ પિયર્સ છે, જેમાં બ્રિજનો એક ગાળો બુધવારે કડડભૂસ થતાં ૨૧ નિર્દોષ નાગરિકોના મોત થપા છે. આ કોઈ દુર્ઘટના નથી પણ સરકારી અધિકારીઓ સાથે સરકારમાં બેઠેલાઓની ગંભીર નિષ્‍કાળજીઓનું પરિણામ છે.

સરકાર અને અધિકારીઓના પાપે ૨૧ લોકોની જીવન લીલા અકાળે સમાપ્ત થઈ ગઈ છે. ત્‍યારે એક ચૌકાવનારી વિગત સામે આવી છે.

સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, મોરબીના ઝુલતા પુલની ઘટના બાદ સરકારે રાજ્‍યમાં આવેલા વિવિધ બિજોની સ્‍ટેબિલીટીનો રિપોર્ટ કરાવવા આદેશ કર્યો હતો. જેના આધારે ખાનગી કન્‍સલ્‍ટન્‍ટો પાસે બ્રિજોના સર્વે કરાવા હતા. આ સર્વેમાં ગંભીરા બ્રિજનો પણ સમાવેશ થતો હતો. જેમાં કન્‍સલ્‍ટન્‍ટ પંકજ એમ. પટેલે સને ૨૦૨૭માં બિજની હાલત જોઈ મેજર રીપેરીંગ કરવાની ભલામણ કરી હતી. જે બાદ વડોદશ સામ્‍યના રોડ એન્‍ડ બિલ્‍ડીંગ વિભાગે દરખાસ્‍ત તૈયાર કરી લગભગ મે -૨૦૨૩માં ગાંધીનગર ડિઝાઈન સર્કલ વિભાગને મોકલી હતી. જેમાં બ્રિજમાં મેજર રીપેરીંગ કરવા જણાવ્‍યું હતું. પરંતુ જૂન મહિનાના અંતમાં ડિઝાઈન સર્કલે મેજર રીપેરીંગ કરવાના બદલે માઈનોર રીપેરીંગ કરી રૂા. ૧.૨૫ કરોડનો ધૂમાડો કર્યો હતો.જો. બ્રિજમાં મેજર રીપેરીંગ કરવામાં આવ્‍યું હોત તો કદાચ આજે ૨૧ જિદગીઓ તેમના પરિવારજનો સાથે હોત.

અહીં નોંધવું જરૂરી છે કે, સરકારના સ્‍તરેથી માર્ગ અને મકાન વિભાગના મુખ્‍ય ઈજનેરોને તપાસ સોંપાઈ છે, પરંતુ ઘટના જ ડાકલાને ઘરના જ ભુવા હોવાથી સત્‍ય હકિકત પ્રજા સમક્ષ આવશે કે કેમ? તે સૌથી મોટો સવાલ છે.

(1:47 PM IST)