News of Thursday, 10th July 2025
સુરતમાં મોબાઈલ જીવ લીધો :વાપરવા લઇ ગયા બાદ યુવકે મોબાઈલ વેચી નાખતા યુવકની હત્યા :સગીર, તેના પિતા અને ભાઈની ધરપકડ
ઓનલાઈન ડીલેવરીનું કામ કરતા 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બોઘરા એ તેમના જ 17 વર્ષીય મિત્ર પાસેથી મોબાઇલ ફોન વાપરવા માટે લીધો હતો.

સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં એક યુવક મોબાઈલ વાપરવા લઈ જઈ બાદમાં તેને વેચી નાખતા 17 વર્ષના ત્રણ મિત્રએ પિતા અને ભાઈ સાથે મળી યુવકની હત્યા કરી નાખી હતી સગીર તેમના પિતા અને તેમના ભાઈની ધરપકડ કરી હતી.
સુરતના લિંબાયત મીઠી ખાડી નૂરાની મસ્જિદ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડીલેવરીનું કામ કરતા 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બોઘરા એ તેમના જ 17 વર્ષીય મિત્ર પાસેથી મોબાઇલ ફોન વાપરવા માટે લીધો હતો. જો કે થોડા સમય બાદ અરબાઝે તે મોબાઈલ ફોન વેચી નાખ્યો હતો અને અરબાઝનો તરુણ મિત્ર મોબાઈલ પરત માંગતા અરબાઝે મોબાઈલ વહેંચી નાખ્યો હોવાનું કહેતા તેમને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો .આ ઝઘડામાં સગીરના પિતા અને તેમનો મોટો ભાઈ આવી ચડ્યો હતો અને 21 વર્ષથી અરબાઝને માર માર્યા બાદ તેમના પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો
માત્ર 1000 રૂપિયાના મોબાઈલ ફોનને લઇ યુવકની હત્યા કરી નખાતા ચકચાર મચી જવા પામી હતી. થોડા દિવસો પહેલા જ અરબાઝ ને તેમના મિત્રએ મોબાઈલ ફોન વાપરવા માટે આપ્યો હતો ત્યારે આ મોબાઈલ ફોનની ડિસ્પ્લે તૂટેલી હતી.. જેથી આ મોબાઈલ પણ યોગ્ય રીતે કામ કરતો ન હતો જેથી અરબાજે આ મોબાઈલ ફોન 1000 રૂપિયામાં વહેંચી નાખ્યો હતો. જોકે થોડા દિવસ બાદ તેમના મિત્રએ મોબાઈલ ફોન માંગતા અરબાજે આ મોબાઈલ ફોન વહેંચી નાખ્યો હોવાનું જણાવતા તેમના સગીર મિત્ર એ હજાર રૂપિયા માંગ્યા હતા પરંતુ અરબાઝ પાસે રૂપિયા ન હોવાથી સગીર મિત્રએ તેમના પિતા અને ભાઈ ને બોલાવી લીધા હતા અને અરબાઝ ને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ યુવકને પેટના ભાગે ચપ્પુ મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક જ અરબાઝને હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો ઘટનાને પગલે તાત્કાલિક જ લિંબાયત પોલીસ તપાસના કામે જોતરાઈ હતી..
યુવકને ચપ્પુ મારી દીધા બાદ પિતા અને બંને પુત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટના બાદ તાત્કાલિક લિંબાયત પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.. આ સમય દરમિયાન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. સગીર પુત્ર એના ભાઈ સોહેલ અનવર મિસ્ત્રી શેખ અને તેમના પિતા અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ ની શોધ ખોળ હાથ ધરી હતી. જે દરમિયાન સગીર પુત્ર તેમના પિતા અનવર શેખ અને ભાઈ સોહેલ શેખની લિંબાયત પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
