તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી શીખ: આવા બ્રિજોનું સમારકામ નહીં પણ નવનિર્માણ થવું જોઇએ: સાંસદનું મોટું નિવેદન
સાંસદ હેમાંગ જોશીએ કહ્યું-.હવે પછી સ્થાનિક રહીશોનાં સુચનોને અવગણવા ન જોઇએ. આવી દુર્ઘટનાઓ રોકવા જોખમી બ્રિજો બંધ કરી નવનિર્માણ કરવામાં આવે.

વડોદરા : મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો... આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે.
આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. દુર્ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ 3 લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વડોદરાનાં સાંસદનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટીવી13 સાથેની વાતમાં સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે આ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી શીખ છે. હવેથી આવા બ્રિજોનું સમારકામ નહીં પણ નવનિર્માણ થવું જોઇએ.. ગંભીરા દુર્ઘટના માટે કસુરવારો સામે સરકાર કડક પગલાં લેશે. આ ઉપરાંત કોંગ્રેસને લઈને હેમાંગ જોશીએ કહ્યું કે, કોંગ્રેસે આવી દુર્ઘટનામાં રાજકારણ ન કરવું જોઇએ.
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વડોદરાનાં સાંસદનું મોટું નિવેદન સામે આવ્યું છે. TV 13 સાથેની વાતમાં સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું કે, આ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી શીખ છે. દુર્ઘટનામાં બધા પોતાની નૈતિક જવાબદારી માની જ રહ્યા છે, હવેથી આવા બ્રિજોનું સમારકામ નહીં પણ નવનિર્માણ થવું જોઇએ...હવે પછી સ્થાનિક રહીશોનાં સુચનોને અવગણવા ન જોઇએ. આવી દુર્ઘટનાઓ રોકવા જોખમી બ્રિજો બંધ કરી નવનિર્માણ કરવામાં આવે. ગંભીરા દુર્ઘટના માટે કસુરવારો સામે સરકાર કડક પગલાં લેશે. સરકારે નિમેલી કમિટીની તપાસમાં કસુરવારો સામે આવી જશે. આવી મોટી દુર્ઘટના થઇ પણ કોંગ્રેસે આવી દુર્ઘટનામાં રાજકારણ ન કરવું જોઇએ...
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
