તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ગુજરાતમાં રાજ્યમાં 12 જૂલાઈ બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદનું રાઉન્ડ શરૂ થશે : દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ વરાપ પણ નીકળી રહ્યો છે જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન

અમદાવાદ તા.૧૦
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ગુજરાતના મોટા ભાગના જળાશયો છલકાયા છે. ત્યાર ફરીવાર હવામાન વિભાગે ધોધમાર વરસાદને લઇ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 12 જૂલાઈ બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદનું રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઉત્તર-પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ થવાની શક્યતા છે.
12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે. છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિસ્ટમ નબળી પડતાં આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
