News of Thursday, 10th July 2025
મોરબીના રસ્તા સહિતના પ્રશ્ને વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય સામસામે : જુઓ વિડિઓ
શનિવાર સુધીમાં કાંતીલાલ રાજીનામુ આપે : ચેલેન્જ સ્વીકારતા ઇટાલીયા

મોરબીના રસ્તા સહિતના પ્રશ્ને વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય સામસામે : ગોપાલ ઇટાલીયા કહે છે કે પાટીલને પુછયા વગર રાજીનામુ આપી દેજો : કાંતીલાલ અમૃતિયાએ કહયું કે ગોપાલ ઇટાલીયા અહિંથી ચુંટણી લડે તો હું રાજીનામું દઇ દઉ અને ર કરોડનું ઇનામ પણ આપું
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૧ : મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામ સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
મોરબીમાં રસ્તા સહિતના પ્રશ્ને વારંવાર લોકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી રહી છે અને આંદોલનો પણ થઇ રહયા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામસામે નિવેદનો અને ચેલેન્જ આપી રહયા છે.
મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ જણાવ્યું છે કે, ગોપાલ ઇટાલીયા મોરબીથી ચુંટણી લડે અને જીતી બતાવે તો હું રાજીનામુ દઇ દઉ અને તેને ર કરોડ ઇનામ પણ આપું.
ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ વધુમાં જણાવ્યું છે કે, મોરબીના રસ્તા સહિતના પ્રશ્ને રાજકીય સ્ટંટ કરવામાં આવી રહયા છે. મેં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને મંત્રીઓ સાથે ચર્ચાઓ કરી છે. ટુંક સમયમાં અનેક વિકાસ કાર્યો મોરબીમાં શરૂ થશે.
કાંતીલાલ અમૃતીયાની ચુંટણી લડવાની ચેલેન્જને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સ્વીકારી લીધી છે અને જણાવ્યું છ ેકે, કાંતીલાલ અમૃતીયાની ચેલેન્જ હું સ્વીકારૂ છું અને તા.૧ર ને શનિવારે બપોરના ૧ર વાગ્યા સુધીમાં કાંતીલાલ અમૃતીયા રાજીનામું આપી દે તો હું ચુંટણી લડવા તૈયાર છું. સુરા બોલ્યા ન ફરે તે નીતી યાદ રાખજો અને પાટીલને પુછયા વગર રાજીનામુ આપી દેજો.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, જનતાએ બોલવાનું શરૂ કર્યુ છે. ત્યારથી મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાના પેટમાં તેલ રેડાયું છે. ૩૦ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે પરંતુ લોકો સવાલો કરે છે તો તેમને ગમતું નથી. (૪.૨૪)
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
