તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 10th July 2025
ગંભીરા બ્રિજ મુદ્દે અધિકારીઓની જવાબદારી મુદ્દે તાત્કાલીક રીપોર્ટ આપવા ભુપેન્દ્રભાઇનો આદેશ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૦: ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી જેમાં દુર્ઘટનાના કારણો અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા ચર્ચા થઈ છે .
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠક અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લીધે રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે અને આ દુર્ઘટનામાં ૧૪ લોકોના મોત થયા છે અને હજુ પણ અમુક લોકો ગુમ છે તેમ જ સારવાર હેઠળ છે ત્યારે આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક પગલાં ભરવા અને દુર્ઘટનાના કારણો માટે એક કમિટી રચવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી દુર્ઘટનાની જાણકારી મેળવી આ ધટનામાં જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે અને આ અંગેનો રિપોર્ટ તાત્કાલીક સોંપી દેવા પણ સૂચના આપી છે ત્યારે હવે આ મામલે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં પણ લેવામાં આવશે તેવું હાલ ચર્ચાઇ રહ્યું છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
