તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
RTO કચેરીમાં છ વર્ષે વાહનના કાચાં લાઈસન્સની કામગીરી ફરી કાર્યરત થઈ
ગેરરીતિના આક્ષેપ બાદ ખૂદ વાહનવ્યવહાર વિભાગના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત કરતા સરકારે ITI શૈક્ષણિક સંસ્થાને કામગીરી સોંપી

અમદાવાદ : RTO કચેરીમાં છ વર્ષે વાહનના કાચાં લાઈસન્સની કામગીરી ફરી કાર્યરત થઈ છે. આ પહેલાં પ્રથમ RTO કચેરીમાં કામગીરી ચાલતી હતી, જેમાં ગેરરીતિના આક્ષેપ બાદ ખૂદ વાહનવ્યવહાર વિભાગના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત કરતા સરકારે ITI શૈક્ષણિક સંસ્થાને કામગીરી સોંપી હતી. ITIની કેટલીક કચેરીઓમાં ખુલ્લેઆમ ગેરરીતિ ચાલતી હોવાનો રિપોર્ટ કર્યો હોવા છતાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા ચૂપકિદી સેવાઈ હતી અને પગલાં ભરાયાં નહીં. રાજ્યની 228 ITI સંસ્થામાં રોજની પાંચ હજાર જેટલી એપોઈન્ટમેન્ટ આવતી હતી.
RTOમાં વાહનના કાચાં લાઈસન્સની કામગીરીમાં ગેરરીતિની ફરિયાદો ઊઠતા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત કરતાં વર્ષ 2019માં ITI શૈક્ષણિક સંસ્થાને કામગીરી સોંપી દેવાઈ હતી, પરંતુ ITI સંસ્થામાં ગેરરીતિની ફરિયાદો ઊઠતાં તત્કાલીન કમિશનરે તપાસ કરાઈ હતી. જેમાં ગેરરીતિ પૂરવાર થઈ હોવા છતાં કોઈ પગલાં ભરાયાં ન હતાં.
હવે હોમ બેઝ લર્નિંગ લાઈ સન્સની સિસ્ટમ લાવવામાં આવી છે. તેની સાથે પાછલના બારણે આરટીઓમાં પણ એપોઈન્ટમેન્ટથી લર્નિંગ લાઇસન્સની કમ્પ્યુટર પરીક્ષા આપવાની સિસ્ટમ ફરી કાર્યરત કરી દેવાતા હાલ રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં વાહનના કાચા લાઇસન્સની પરીક્ષા લેવાનું શરૂ કરી દેવાયું છે.
વાહનના કાચા લાઇસન્સ માટે હોમ બેઝ લાઇસન્સની શરૂઆત કરાઈ છે, આ સિસ્ટમ એજન્ટો માટે સંપૂર્ણ ફાયદાકારક સિસ્ટમ છે. એટલું જ નહીં વિભાગના પરિપત્રમાં એક આઇપી એડ્રેસ પરથી એક જ લાઇસન્સ નીકળવાનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ એજન્ટોને તો મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક કાચુ લાઇસન્સ કાઢવા લાગ્યા છે. જેની 1,500થી 2,000 રકમ પણ લેવાઇ રહી છે. હોમ બેઝ લાઇસન્સ એટલે એજન્ટો માટે કમાણીનું સીધુ સાધન બની ગયું છે. જેમાં અંતે તો નાગરિકો જ પીસાઈ રહ્યા છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
