તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
વડતાલ ધામમાં ગુરૂપૂર્ણીમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
સવારે આચાર્ય રાકેશપ્રસાદ મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનું વિશેષ પૂજન કરશે

વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 10 જુલાઇને ગુરૂવારના રોજ ગુરૂપૂર્ણીમા મહોત્સવ ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. આ પ્રસંગે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી (સરધાર) પધારી પુનમિયા ભક્તોને બે દિવસ કથાવાર્તાનો વિશેષ ધર્મલાભ આપશે.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન સંપ્રદાયમાં ગુરૂપૂર્ણિમા એ બહુ મહત્વપૂર્ણ ઉત્સવ મનાય છે. વેદવ્યાસજીનો જન્મ અષાઢી પૂર્ણિમાના રોજ થયો હતો. એટલે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે… કિસકો લાગુ પાય… બલિહારી ગુરૂદેવકી જિને ગોવિંદ દીયો બતાય… જીવનના અંધકારમાંથી પ્રકાશતરફ લઇ જવાનું કાર્ય ગુરૂ કરે છે. ગુરૂ ભગવાનની ઓળખ કરાવે છે. ભગવાન વેદવ્યાસે જ્ઞાનના પ્રકાશને ચારે દિશામાં ફેલાવવાનું કાર્ય કર્યું છે.
ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયના વડા તરીકે આચાર્યની સ્થાપના કરી છે તેઓ સંતો-પાર્ષદો-બ્રહ્મચારીઓ તથા રિભક્તોના ગુરૂ ગણાય છે. તારીખ 10 જુલાઇને ગુરૂવાર અષાઢસુદ પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ શણગાર આરતી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે. મંદિરના ભુદેવ ધીરેન મહારાજ પૂજાવિધિ કરાવશે. સવારે 7.30થી 11.30 સુધી વડતાલ મંદિરના સભામંડપમાં પુનમ સત્સંગસત્ર યોજાશે. જેના વક્તપદે નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) કથાનું રપાન કરાવશે.
ગુરુપૂર્ણીમા પ્રસંગે ગઢડા, ધોલેરા, જુનાગઢ તથા વડતાલ તાબાના મંદિરોના સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આચાર્ય મહારાજનું પૂજન કરશે. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્યકોઠારી દેવપ્રકાશદાસજી સહિત સમગ્ર ટ્રસ્ટી બોર્ડના સભ્યો સત્સંગ સમાજ વતી આચાર્ય મહારાજનું પૂજન કરશે. ત્યારબાદ સમગ્ર ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા ભક્તો આચાર્ય મહારાજનું પૂજન કરી રૂડા આર્શીવાદ પ્રાપ્ત કરશે. ગુરૂપૂર્ણીમા પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સૌ સંતો ભક્તોને આર્શીવાદ પાઠવશે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી કરી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
