તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ગંભીરા બ્રિજના ડાયવર્ટ કરેલા બ્રિજની હાલત પણ જર્જરિત : ઉમેટા બ્રિજ પર થીગડાં મારવાની શરુઆત
આણંદ જિલ્લાના ત્રણ મહત્વના બ્રિજ ગંભીરા, ઉમેટા અને વાસદ પૈકી હવે ફક્ત વાસદ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ શકશે.

આણંદ-વડોદરાને જોડતા ઉમેટા બ્રિજ પર થીગડાં મારવાની શરુઆત કરી છે. જર્જરિત બ્રિજ પર હવે તંત્ર દ્વારા થીગડાં મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગંભીરા બ્રિજ તૂટી ગાયા થયા બાદ હવે આણંદ વડોદરાનો મોટાભાગનો વાહન-વ્યવહાર ઉમેટા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે
સવારથી જ ઉમેટા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજનું સ્ટ્રક્ચર ભારે વાહનોને લાયક નહીં હોવાને કારણે સવારથી ભારે વાહનો પર પ્રવેશબંધી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના ત્રણ મહત્વના બ્રિજ ગંભીરા, ઉમેટા અને વાસદ પૈકી હવે ફક્ત વાસદ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ શકશે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
