<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

અમદાવાદ જિલ્લાની જન્મ મરણ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

તમામ પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં થતી જન્મ-મરણની એન્‍ટ્રી સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક સંબધિત રજીસ્ટ્રારને મોકલવામાં સૂચના

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લાની જન્મ મરણ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેય ખરે દ્વારા તમામ પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં થતી જન્મ-મરણની એન્‍ટ્રી સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક સંબધિત રજીસ્ટ્રારને મોકલવામાં તેમજ અરજદારને ઝડપી પ્રમાણપત્ર મળી રહે તે મુજબની સૂચના આપાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફીસર, નગરપાલિકાના ચીફ ઓફીસર, તા.વિ.અધિ વતી આંકડા મદદનીશ, જિલ્લા આંકડા મદદનીશ, જન્મ મરણ અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.


 

(7:08 PM IST)