<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

સુરતના કતારગામમાં 23 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: પાલનપુરથી ત્રણ આરોપીની ધરપકડ

જેરામ મોરાની વાડી સ્થિત હરિ કૃષ્ણા બિલ્ડિંગમાં એસ.પી.ડાયમંડ ના ખાતામાં ચોરીની ઘટના બની હતી

સુરતના કતારગામ પોલીસે,  લાખો રુપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખીને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ પોલીસે, બનાસકાંઠાના પાલનપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી અલગ અલગ કેરેટના રફ હીરાનો મુદ્દામાલ જપ્ત  કર્યો છે.  જેરામ મોરાની વાડી સ્થિત હરિ કૃષ્ણા બિલ્ડિંગમાં એસ.પી.ડાયમંડ ના ખાતામાં ચોરીની ઘટના બની હતી. હીરા વેપારી પરેશ ચીનુભાઈ ઝવેરીએ કતારગામ પોલીસ ચોપડે ફરિયાદ આપી હતી. cctv ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરીને આરોપીને પકડવામાં આવ્યા છે.

(6:17 PM IST)