<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

મેઘરાજા વિરામ લેશે : ૧૬ જુલાઈ સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં છુટાછવાયા વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદ પડશે : અશોકભાઇ પટેલ

ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા, હળવો મધ્‍યમ તો અમુક સીમિત વિસ્‍તારોમાં ભારે વરસાદ થવાની શકયતા

રાજકોટ, તા. ૯ : આ અઠવાડિયું મેઘરાજા વિરામ લ્‍યે તેવી શકયતા છે. કોઈ ભારે વરસાદની શકયતા નથી. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ૨૫ થી ૫૦ ટકા વિસ્‍તારોમાં છુટાછવાયા સ્‍થળોએ ઝાપટા થી લઈ હળવો મધ્‍યમ વરસાદ પડી શકે. તો ગુજરાતમાં છુટાછવાયા હળવા મધ્‍યમ ઝાપટા તો સીમિત વિસ્‍તારોમાં ભારે વરસાદની સંભાવના હોવાનું વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ એ જણાવ્‍યું છે.

તેઓ જણાવે છે કે ગંગેટિક પヘમિ બંગાળ અને આસપાસના વિસ્‍તારો પર નીચા દબાણવાળું ક્ષેત્ર  યથાવત્‌ રહે છે . સંલગ્ન ચક્રવાતીય પરિભ્રમણ સમુદ્ર સપાટીથી ૭.૬ કિ.મી. ઊંચાઈ સુધી વિસ્‍તરેલું છે અને તે પણ યથાવત્‌ છે.

આવનારા ૨ દિવસમાં, તે ધીમી ગતિએ પヘમિ-ઉત્તર પヘમિ દિશામાં ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ ખસી શકે છે.

સમુદ્ર સપાટીએ મોનસૂન ટ્રફ્‌ હાલ નીચે મુજબ વિસ્‍તરે છેઃ

લુધિયાણા, સરસાવા, બરેલી, સુલતાનપુર, ડાલટનગંજ, નીચા દબાણના કેન્‍દ્ર (ગંગેટિક પヘમિ બંગાળ), દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળના ખુડાનો સુધી.

ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્‍તારમાં લગભગ ૧.૫ કિ.મી.ઊંચાઈએ ચક્રવાતીય પરિભ્રમણ છે.

મધ્‍યમ સપાટીના ટ્રફ્‌ (૫.૮ કિ.મી. ઊંચાઈએ) ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી નીચા દબાણ સાથે જોડાયેલ ચક્રવાતીય પરિભ્રમણ સુધી ફેલાયેલ છે. આ ટ્રફ્‌ નીચેના વિસ્‍તારોમાંથી પસાર થાય છેઃ

દક્ષિણ ગુજરાત પ્રદેશ, ઉત્તર મધ્‍ય મહારાષ્‍ટ્ર, વિદર્ભ  દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા.

વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ તા. ૯ થી ૧૬ જુલાઈ સુધીની આગાહી કરતા જણાવે છે કે મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા હળવા થી મધ્‍યમ વરસાદ (૧૦ થી ૩પ મીમી) થવાની શકયતા છે.

બેક દિવસ ભારે વરસાદ ખૂબ જ મર્યાદિત કે સીમિત વિસ્‍તારો માં રહે તેવી શકયતા છે.

ગુજરાતમાં મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્‍તારોમાં હળવા થી મધ્‍યમ વરસાદ (૧૦  થી ૩પ મીમી) થવાની શકયતા છે.

કેટલાક દિવસોમાં માર્યાદિત કે સીમિત વિસ્‍તારોમાં ભારે વરસાદ પણ શકય છે. 

(3:05 PM IST)