News of Wednesday, 9th July 2025
સુરતના વેદ રોડ પર હીરાના કારખાનામાં ઓવનમાં આગ લાગી ફાયર બ્રિગેડે ફસાયેલા 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કર્યું
હીરા ગરમ કરવા ઓવનમાં રાખ્યા હતા : કેવિન બિલ્ડીંગમાં બીજા માળે રાધા કૃષ્ણ જેમ્સ નામના કારખાનામાં આગ લાગી :ફાયર બ્રિગેડે લોકોનું રેસ્ક્યુ કરી કેશવ દ્રષ્ટિ બિલ્ડિંગની ટેરેસ પર ઉતાર્યા

સુરતના વેડરોડ સ્થિત કેવિન બિલ્ડીંગમાં આવેલા હીરાના કારખાનામાં હીરા ગરમ કરવા ઓવનમાં રાખ્યા હતા આ દરમ્યાન ઓવનમાં આગ લાગી હતી બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળેથી 5 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. જયારે અન્ય 10 થી 12 લોકોને કેવિન બિલ્ડીંગના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડીંગની તેરેસ ઉપર ઉતારી બચાવ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ના હતી.
મળતી માહિતી મુજબ સુરતના વેડરોડ સ્થિત કેવિન બિલ્ડીંગમાં બીજા માળે રાધા કૃષ્ણ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે જ્યાં ઓવનમાં હીરા ગરમ કરવા માટે મુક્યા હતા ત્યારે રાત્રીના સમયે ઓવનમાં કોઈ કારણોસર આગ લાગી હતી, બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
જેથી મુઘલીસરા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળેથી 5 વ્યક્તિઓનું લેડર મારફતે રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત 10 થી 12 વ્યક્તિઓ ને કેવિન બિલ્ડીંગ ના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડીંગની તેરેસ ઉપર ઉતારી બચાવ કામગીરી હાથ ધરી હતી.
સબ ફાયર ઓફીસર બળવંત સિંગએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા મુઘલીસરા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. 10 થી 12 વ્યક્તિઓ ને કેવિન બિલ્ડીંગ ના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડીંગની તેરેસ ઉપર ઉતાર્યા હતા, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી તેમજ હીરાના કારખાનામાં માત્ર ઓવન બળ્યું હતું બીજું કોઈ નુકશાન થયું ના હતું.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
