તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
નેશનલ હાઈવે નં-48 પર તાપી નદીના બ્રિજ પર મોટું ગાબડું સુરત-મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં
બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપ હોવાથી લોખંડની પ્લેટ મુકવામાં આવી.

સુરત-મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે નં-48 પર તાપી નદીના બ્રિજ પર મોટું ગાબડું છે. બ્રિજ પર મસમોટું ગાબડું છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી નહીં. બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપ હોવાથી લોખંડની પ્લેટ મુકવામાં આવી. અગાઉ શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ પણ નોંધ લીધી હતી. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સમારકામ અંગે સૂચના આપી હતી. 24 કલાકમાં 1 લાખથી વધુ વાહનો હાઈવે પરથી પસાર થાય છે.
ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઇ ગયા છે. તો અનેક લોકોનું હજુ પણ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
