News of Wednesday, 9th July 2025
કુંવારી હોવાને કારણે એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવી
ગાંધીનગરમાં એક અપરિણીત છોકરી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો

ગાંધીનગર તા.૯: એક અપરિણીત છોકરી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. છોકરીએ બ્રોકર દ્વારા ૩ બીએચકે એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. તે તેના બે અન્ય મિત્રો સાથે તેમાં રહેવા જતી હતી, પરંતુ પડોશીઓને આ વાતની જાણ થતાં જ તેઓએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આખરે, અપરિણીત છોકરીએ ફ્લૅટ ભાડે લીધા પછી પણ છોડવો પડ્યો. ગાંધીનગરમાં બનેલી આ ઘટના છોકરીના ભાઈએ રૅડિટ પર શૅર કરી છે. આ પછી, એક નવી ચર્ચા શરૂ થઈ છે કે આ ભારત છે... જ્યાં કુંવારા લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, છોકરી ગુજરાતની એક કૉલેજમાં અભ્યાસ કરે છે ભાઈએ રૅડિટ પર લખ્યું છે કે મારી બહેનને કુંવારી હોવાને કારણે તેના એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બ્રોકરે ખાતરી આપી હતી કે જો તે કુંવારી હોય તો પણ તેને ફ્લૅટમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે છોકરીએ બ્રોકરને જરૂરી રકમ પણ ચૂકવી દીધી હતી. બીજી બે છોકરીઓ આવ્યા પછી અંતિમ ભાડા કરાર પર સહી કરવાની હતી, પરંતુ જ્યારે પડોશીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે નિર્ણય બદલાઈ ગયો.
અગાઉ પણ ગુજરાતમાં કુંવારાઓને ભાડા પર ઘર ન આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કેટલાક યુઝર્સે આ પોસ્ટ પર પોતાના અનુભવો શૅર કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે કુંવારા રહેવું એ આ દેશમાં બીજા વર્ગના નાગરિક બનવા જેવું છે. મુંબઈમાં મારો એક પાડોશી હતો જે અમારા ભાડાના મકાનનો વિરોધ કરતો હતો કારણ કે અમે ગુજરાતી જૈન નહોતા.(૩૮.૫)
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
