<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

આણંદ મહાનગર પાલિકાને હવે કરમસદ આણંદ મહાનગર પાલિકા તરીકે ઓળખાશે

રાજ્યમા નવી મહાનગર પાલિકાઓની જાહેરાત કરીઃઆ માટે આણંદ-ખેડાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ નામ બદલવાની ખાતરી આપી છે

આણંદ,તા.૭

ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમા નવી મહાનગર પાલિકાઓની જાહેરાત કરી હતી. જેમાં આણંદને પણ મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો હતો. આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ સરદાર પટેલના વતન કરમસદનો મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો હતો. ત્યાર બાદ વિવાદનો મધપૂ઼ડો છંછેડાયો હતો. લોકોએ કરમસદને મહાનગર પાલિકામાં નહીં સમાવવા માટે આંદોલન શરૃ કર્યું હતું. પરંતુ હવે આણંદ મહાનગર પાલિકા નવા નામે ઓળખાશે. રાજ્ય સરકારે આણંદ મહાનગર પાલિકાને હવે કરમસદ આણંદ મહાનગર પાલિકા નામ માટે ખાતરી આપી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં કરમસદના વિવાદનો અંત લાવવા સરકારે પ્રયાસો કર્યાં છે. આણંદ મહાનગર પાલિકામાં કરમસદનો સમાવેશ કરતાં વિવાદ થયો હતો અને લોકોએ આંદોલન શરૃ કર્યું હતું.

 આ આંદોલનનો અંત લાવવા માટે સરકાર દ્વારા આણંદ મહાનગર પાલિકાને નવું નામ અપાશે. હવે આણંદ મહાનગર પાલિકા કરમસદ આણંદ મહાનગર પાલિકા તરીકે ઓળખાશે. આ માટે આણંદ-ખેડાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ નામ બદલવાની ખાતરી આપી છે.

આણંદ મહાનગર પાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા સરદાર પટેલના કરમસદનું અસ્તિત્વ ભૂંસાય તેવી ભિતી સેવાઈ હતી. પહેલા આણંદ મહાનગર પાલિકા નામ રખાયું હતું. જેથી વિવાદ સર્જાતા આણંદ ખેડાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ નામ યોગ્ય કરવા ખાતરી આપી હતી. જેથી હવે આણંદ મહાનગર પાલિકા કરમસદ આણંદ મહાનગર પાલિકા તરીકે ઓળખાશે.

(9:34 PM IST)