<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો

રાજકોટ : શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા  નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું  છે.

           તા.૧૦ ને ગુરુવારે શ્રીકષ્ટભંજનદેવને દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવશે આ સાથે જ દાદાના સિંહાસને ફુલનો શણગાર કરવામાં આવશે. સાથોસાથ ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું તથા સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું વિશેષ ભાવપૂજન સવારે સવારે 6:30 થી 7 કલાક દરમિયાન કરવામાં આવશે. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00  કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેશે.

                 મંદિરમાં સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેશે. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે દાદાને ધરાવી પુષ્પવર્ષા કરવામાં આવેશે. સાંજે 7:0૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવની સંધ્યા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવશે.

(5:43 PM IST)