News of Monday, 7th July 2025
એક રાષ્ટ્ર, એક ચુંટણી પ્રથાથી સમય, શકિત અને સંપતિનો બચાવ થશેઃ નરહરિ અમીન
પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં સાંસદે વિસ્તૃત છણાવટ કરી : મણિનગરમાં ભાજપના પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ધારાસભ્યશ્રી અમુલ ભટ્ટે સાંસદ સભ્ય શ્રી નરહરિ અમીનને આવકારેલ તેમજ અગ્રણીઓએ દીપ પ્રાગટય કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા. ૭ :.. અમદાવાદના મણિનગર મતક્ષેત્રમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંદર્ભે' પ્રબુધ્ધ નાગકિ સંમેલન યોજાયેલ. જેમાં મુખ્ય વકતા રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને એક સાથે ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું. ભાજપના સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૯ ના વર્ષમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત પ્રસ્તુત કરેલ. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી છે. તે સમિતિ દ્વારા દેશભરમાંથી આ વિષય પર અભિપ્રાય મેળવાયા છે. વર્ષ ૧૯પર, ૧૯પ૭, ૧૯૬ર, અને ૧૯૬૭ માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે જ થતી હતી પણ તે વખતની કેન્દ્રની કોંગ્રેસની સરકારે અમૂક રાજયોની વિપક્ષોની સરકારને સત્તાનો દૂરૂપયોગ કરી હટાવેલા. તે વખતની રાજય અને કેન્દ્રની ચૂંટણીઓ જુદા જુદા સમયે થવા લાગી છે. ચૂંટણીઓ જુદી જુદી થતી હોવાથી વારંવાર આચારસંહિતા લાગે છે. તેની અસર વિકાસ કામો પર પડે છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી સમય, શકિત અને સંપતિનો બચાવ થશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
