તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
રાજ્યના ૨૦૯ તાલુકાઓમાં મેઘા મહેર... સચરાચાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા...૧ થી ૬ ઇંચ ભારે વરસાદ ડોલવણ ૬ ઇંચ, સુબીર ૫.૫ ઇંચ, ભુજ અને બારડોલી ૫ ઇંચ, પલસાણા અને નખત્રાણા ૪.૫ ઇંચ, વ્યારા ૪ ઇંચ અને સુરત સિટી ૩ ઇંચ વરસાદઃ પૂર્ણા, અંબિકા, કાવેરી અને મીંઢોળા સહિતની લોકમાતાઓ બેકાંઠે વહેતા અનેક ગામો સંપર્ક વિહોણા, કોઝવે પાણી માં ગરકઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૨૨ ફૂટ ને પાર.. મધુવન ડેમ ના ૧૦ દરવાજા ખોલાયા ...કરછ પંથકમાં ૫ ઇંચ સુધીનો વરસાદ : પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩.૫ ઇંચ... ઉત્તર ગુજરાતમાં ૩ ઇંચ વરસાદ :૫ દિવસ ભારે વરસાદ પડશેઃ આજે નવસારી-વલસાડ જીલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર થયું

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી તા.૭: અષાઢ માસ ના બીજા અઠવાડિયાં માં મેઘરાજા રાજ્ય ના મોટા ભાગના વિસ્તારોમાં વરસી રહ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્ય ના ૩૩ જીલ્લા ના ૨૦૯ તાલુકા ઓ માં ૧ મીમી થી લઈ ૧૫૭ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ મહેર હાલમાં દક્ષિણ ગુજરાત માં વરસાવી છે, અહીં ભારે વરસાદ ને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, એટલુંજ નહીં પૂર્ણ, અંબિકા, કાવેરી, મીંઢોળા સહીત ની અનેક સ્થાનિક લોકમાતા ઓ રમણે ચઢી છે જેને પગલે કોઝવે પાણી માં ગરક થયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
એમાં પણ પૂર્ણા નદી એ તેમની ભયજનક સપાટી ( ૨૪.૫૦ ફૂટ ) નો અંક વટાવી દેતા વહીવટી તંત્ર સજ્જ થયું છે અને સાવચેતી ના પગલાં રૂપે આશરે ૫૦૦ થી વધુ લોકો નુ સાથાંતર કરાયું છે.
દક્ષિણ ગુજરાત ના છેવાડાના દમણગંગા નદી ના મધુવન ડેમ ની જળસપાટી સતત વધી ને આજે સવારે ૯ કલાકે ૭૦.૮૦ મીટરે પહોચતા તંત્ર એ ૧૦ દરવાજા ખોલવા ની ફરજ પડી છે, ડેમ માં ૩૪૦૬૯ કયુસેક પાણી ના ઈન્ફ્લો સામે ૫૮૭૨૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલુ જ નહીં સુરત પંથક ના ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૨૨.૦૨ ફૂટ પહોંચી છે, ડેમમા ૨૪,૬૩૮ કયુસેક પાણી ની આવક થઈ છે.
હવામાન વિભાગ ની આગામી ૫ દિવસ ની ભારે વરસાદ ની આગાહી વચ્ચે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે વરસાદ ના આંકડા ને જોઈએ તો..
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
