<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

રાજ્યના 201 તાલુકામાં વરસાદ : સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 .18 ઇંચ ખાબક્યો

સુબિરમાં 5.18 ઇંચ .બારડોલીમાં 4.92 ઈંચ, પલસાણામાં 4.45 ઈંચ, વલ્લભીપુરમાં 4.09 ઇંચ,વ્યારામાં 3.66 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ ખાબક્યો : સોનગઢમાં 3.07 ઈંચ, 16 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો

ગુજરાતમાં સવારના 6થી સાંજના 8 વાગ્યા સુધીમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 5.18 ઇંચ .બારડોલીમાં 4.92 ઈંચ, પલસાણામાં  4.45 ઈંચ, વલ્લભીપુરમાં 4.09 ઇંચ,વ્યારામાં 3.66 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ, સોનગઢમાં 3.07 ઈંચ, 16 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ ખાબક્યો છે. 

 સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, ગુજરાતના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તાપીના ડોલવણમાં 5.75 ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં 4.92 ઈંચ, સુબિરમાં 4.45 ઈંચ, પલસાણામાં 4.45 ઈંચ, વ્યારામાં 3.58 ઈંચ, વાંસદામાં 3..35 ઈંચ, સોનગઢમાં 3.3 ઈંચ,  19 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ ખાબક્યો છે

 


 

(11:20 PM IST)