News of Sunday, 6th July 2025
દેડિયાપાડા પ્રાંત કચેરીમાં થયેલ મારામારીમાં ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો
ચૈતર વસાવાની ધરપકડ કરી એલસીબીમાં લઈ આવ્યા બાદ હવે પોલીસ રિમાન્ડની માંગ કરશે: સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેનને ઉગ્ર થઇ ગાળા ગાળી કરતા મામલો બીચકયો હતો: દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ રમેશભાઇ વસાવા ને ચૈતર વસાવાએ મોબાઇલ અને કાચનો ગ્લાસ છુટો મારી ઇજા પહોંચાડી

( ભરત શાહ દ્વારા ), નર્મદાનર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પ્રાંત કચેરી માં એ.ટી.વી.ટી ની મિટિંગ માં થયેલી માથાકૂટ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર સંજયભાઈ રમેશભાઇ વસાવા (તાલુકા પંચાયત પ્રમુખ,ડેડીયાપાડા રહે.ખાબજી ભરાડા તા.ડેડીયાપાડા જિલ્લો.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ
તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે પ્રાંત સાહેબની ઓફીસમાં એ.ટી.વી.ટી. (A.T.V.T.) ની મીટીંગ હતી તે દરમ્યાન તમામ લોકો મીટીંગમા હાજર હોય તે દરમ્યાન ચૈતરભાઇ વસાવા નાઓએ સંજયભાઈ તથા તથા પ્રાંત સાહેબને જણાવેલ કે, મારા માણસોની એ.ટી.વી.ટી.ની સભ્યમાં નિમણુંક કેમ કરવામાં આવેલ નથી અને મારા પાસે નામો કેમ માંગવામાં આવેલ નથી તેમ કહી અચાનક સંજયભાઈ ને તથા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેનને ઉગ્ર થઇ ગાળા ગાળી કરતા સંજયભાઈ એ ચૈતરભાઈ ને જણાવેલ કે, અત્રે મહીલા પણ છે અને આવુ વર્તન ના કરાય તેમ કહેતા ચૈતરભાઇ અચાનક ઉશ્કેરાઇ ગયેલા અને પ્રાંત સાહેબના ટેબલ ઉપર મુકેલ પોતાનો મોબાઇલ સંજયભાઈ ને છુટો મારી માથાના ભાગે ઇજા કરી તેમજ કાચનો વજનદાર ગ્લાસ પણ.સંજયભાઈ ને માથાના ભાગે છુટો મારતા તે વખતે હાજર પોલીસે હાથ આડો કરતા માથાના ભાગે ઇજા થતા રોકેલ અને કાચનો ગ્લાસ તુટી ગયેલ જે તુટેલ કાચનો ગ્લાસ લઇ સંજયભાઈ ને મારી નાખવાના ઇરાદે ચૈતરભાઈ ગ્લાસ લઇ સંજયભાઈ પાસે જઈ "આજે તો તને મારી નાખીશ" તેમ કહી તુટેલો ગ્લાસ ગળાના ભાગે મારવા જતા સંજયભાઈ એ જેમ તેમ કરી પોતાનો જીવ બચાવેલ અને પ્રાંત સાહેબની ઓફીસમાં રહેલ ખુરશી તોડી નાખી ઓફીસની બહાર જતા જતા સંજયભાઈ ને કહેલ કે, તું ઓફીસની બહાર નિકળ હું તને જીવતો નહી રહેવા દંઉ તેવી ધમકી આપી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાની કોશીસ નો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
ચૈતર વસાવા ની ધરપકડ કરી રાજપીપળા એલસીબી પી.સ્ટે. માં લાવ્યા બાદ પો.સ્ટે.બહાર તેમના સમર્થકો ના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ ચૈતર વસાવા એલસીબી પી.સ્ટે. માં છે આવતીકાલે પોલીસ કોર્ટ માં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરશે તેમ જાણવા મળ્યું છે.
વકીલ ને રોકવાનો હુકમ હોય તો બતાવો: ગોપાલ ઇટાલીયા
એડવોકેટ ગોપાલ ઇટાલિયા આજે ચૈતર વસાવા ને મળવા આવી રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસે પોઇચા પાસે અટકાવતા એડવોકેટ ગોપાલ ઇટાલિયા એ પોલીસ સ્ટાફ ને કહ્યું કે વકીલ ને રોકવાનો કોઈ પરિપત્ર હોય તો બતાવો નહીં તો હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ, હું એડવોકેટ છું યુનિફોર્મ માં છું અને હું મારા ક્લાઈન્ટ માટે જાઉં છું અને વકીલ ને રોકવાની તમારી પાસે કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો, હાજર પોલીસ સ્ટાફ કહ્યું અમારી પણ સાહેબ થોડી મજબૂરી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા એ કહ્યું મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે ચાલો ને, પોલીસે કહ્યું ગાડી માં ચાલી પછી થોડી ચર્ચા કરીએ ત્યારે ઇટાલિયા એ કહ્યું તમારા સાહેબ ને પૂછી લો કે ક્લાઈન્ટ માટે જતા અને વકીલ ન યુનિફોર્મ હોય તો પોલીસ ને રોકવાની સત્તા છે..? આવી ચકમક ગોપાલ ઇટાલિયા અને નર્મદા પોલીસે વચ્ચે પોઇચા ગામ પાસે થઈ હતી.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
