<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

કરજણ નદીમાં મચ્છી મારવા ગયેલા પલસી ગામના વ્યક્તિનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક વ્યક્તિ ગામની નદીમાં મચ્છી મારવા ગયા બાદ બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
     મળતી વિગતો અનુસાર સામાભાઈ રામસીંગભાઈ વસાવા (રહે.પલસી, વચલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )એ પોલીસ માં જાણ કર્યા મુજબ મરનાર પાંચીયાભાઈ રામસીંગભાઈ વસાવા (ઉં.વ.૪૧)( રહે. પલસી વચલુ ફળીયુ તા.નાંદોદ) નો ગઈ તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સાંજના છ વાગ્યાના સમયે તેમના ફળીયામાં રહેતા સવિલાલભાઈ મુરીયાભાઈ વસાવા નાઓ સાથે કરજણ નદીમાં માછલી મારવા માટે ગયેલ અને પરત ઘરે આવેલ નહીં તેમની ઘણી શોધખોળ બાદ તા.૦૫/૦૭/૨૦૨૫ ના સવારે મોટી ભમરી ગામની સીમમાં કરજણ નદીના પાણીમાં જુના ઓવારા પાસે કિનારા ઉપર તેમનો મૃતદેહ મળી આવતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:54 PM IST)