News of Sunday, 6th July 2025
વેડછા ગામમાં જમીન પર સુતેલા બાળકને સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના વેડછા ગામમાં રાત્રે સુતેલા બાળકને સાપે ડંખ મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર શંકરભાઇ રતાભાઇ વસાવા (રહે. વેડછા પો.જુના મોઝદા) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમનો દિકરો આયુષભાઇ રાત્રીના સમયે જમીન ઉપર પથારી કરી સૂતો હતા તે વખતે તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ મળશે ૪ વાગે કોઇ ઝેરી સાપ ડાબા હાથના પંજા પાસે આંગળીમા ડંખા મારી દેતા તેમના કુટુંબીજનો પ્રથમ સારવાર માટે દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે લઇ ગયેલા ત્યાથી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાને ખાતે લઇ આવ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
