તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
બારડોલીમાં ધોધમાર વરસાદને કારણે તારાજી :રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ બેરિકેટ કરીને બંધ કરાયો
મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખાડા વિસ્તારમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ:નદીના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાયા :મકાનોમાં પાણી ઘુસતા મોટુ નુકસાન

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મીંઢોળા, પૂર્ણા અને કાવેરી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. બારડોલીમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ બેરિકેટ કરીને બંધ કરી દેવાયો છે.
બારડોલીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાવાની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. રામજી મંદિરથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ભરાઈ જતાં તકેદારીના ભાગ રૂપે પુલ બંધ કરી દેવાયો છે. પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્રણ કિ.મી સુધી ફરીને જવાની નોબત આવી છે. રામજી મંદિર બ્રિજથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.
સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે મીંઢોળા નદીમાં પાણીની ભરપુર આવક થઈ છે. નવા નીર આવવાથી નદી તોફાની બની છે. વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખાડા વિસ્તારમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. મીંઢોળા નદીના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડા વિસ્તારમાં મકાનો પાણીમાં ગરકાવ થતાં મોટુ નુકસાન પહોંચ્યું છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
