તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ : હવામાન વિભાગનું નાવ કાસ્ટ જારી
અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ : હવામાન વિભાગે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સાંજે 4 વાગ્યાથી લઇને આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે, ભારે,મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
