<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ : તાપીના ડોલવણમાં પોણાં છ ઇંચ ખાબક્યો

બારડોલીમાં 4.92 ઈંચ, સુબિરમાં 4.45 ઈંચ, પલસાણામાં 4.45 ઈંચ, વ્યારામાં 3.58 ઈંચ, વાંસદામાં 3..35 ઈંચ, સોનગઢમાં 3.3 ઈંચ વરસાદ

અમદાવાદ : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે, ત્યારે આજે દ્વારકા, વલસાડ, ડાંગ, અમદાવાદ, પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરત, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીરસોમનાથ અને ભાવનગર સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે.

ગુજરાતમાં 6 જુલાઇના રોજ સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, ગુજરાતના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તાપીના ડોલવણમાં 5.75 ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં 4.92 ઈંચ, સુબિરમાં 4.45 ઈંચ, પલસાણામાં 4.45 ઈંચ, વ્યારામાં 3.58 ઈંચ, વાંસદામાં 3..35 ઈંચ, સોનગઢમાં 3.3 ઈંચ,  19 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ ખાબક્યો છે.

 

હવામાન વિભાગે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સાંજે 4 વાગ્યાથી લઇને આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે, ભારે,મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ  જાહેર કરાયું છે.

  અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

 

(6:10 PM IST)