તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
રાધનપુર-મહેસાણા રોડ પર રિક્ષા અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માતમાં માતા-પુત્ર સહિત 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
રાધનપુરથી વરાણા જઈ રહેલી રિક્ષાને ટેમ્પો સાથે ટક્કર થતાં રિક્ષાના કુરચેકુરચા ઊડી ગયા

રાધનપુર-મહેસાણા રોડ પર રિક્ષા અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્ર સહિત 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. રાધનપુરથી વરાણા જઈ રહેલી રિક્ષાને ટેમ્પો સાથે ટક્કર થતાં રિક્ષાના કુરચેકુરચા ઊડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાધનપુર-મહેસાણા રોડ પર સેવા સદન આવેલું છે. આ સેવા સદન પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. રિક્ષા રાધનપુરથી વરાણા જઇ રહી હતી. જે દરમિયાન એક ટેમ્પો સાથે રિક્ષાની ટક્કર થઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ લોકોના બનાવ સ્થળે મોત નીપજ્યાં હતા. જેમાં માતા-પુત્ર અને અન્ય એક હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત થયો હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટૂકડીઓ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતકોમાં ગલાલબેન રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર વિરમભાઈ રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર અને આશિષ પોપટભાઈ નિરાશ્રિત ઠાકોર છે
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
