તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
કૃપાયે ધ્યાન દે....: અમદાવાદ રેલવે સ્ટેશને અડધો કલાક પહેલા પહોંચો: મુસાફરોને અપીલ
વરસાદને કારણે ટ્રાફિક જામ થવાની સંભાવનાના કારણે રેલ તંત્રએ જણાવ્યુ

અમદાવાદ: પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. તેની સાથેસાથે, અમદાવાદ શહેરમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સંજોગોમાં મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની નિર્ધારિત ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જાય, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
