તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
રાજકોટમાં મેઘરાજા મન મુકી વરસ્યા: અડધા કલાકમાં અડધો ઈંચ
સવારના 11 થી 12 કલાક દરમિયાન ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 12 મીમી(અડધો ઈંચ), વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં 9 મીમી વરસાદ નોંધાયો: અનેક રસ્તાઓ પર પાણી ભરાયા

રાજકોટ: રાજયમાં રાજકોટ સહિતના શહેરો અને જીલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજકોટ શહેરમાં સવારના 11 થી 12 કલાક દરમિયાન ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં 9 થી 12 મીમી(અડધો ઈંચ)વરસાદ નોંધાયો છે.
ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટમાં સવારે 11:00 વાગ્યે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ મેઘરાજા અડધો કલાક મનમુકી વરસતા અડધા ઈંચ જેટલુ પાણી પડી ગયુ હતુ. સવારના 11 થી 12 કલાક દરમિયાન ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 12 મીમી(અડધો ઈંચ), વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં 9 મીમી નોંધાયો હતો.
શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
