તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
તાપીમાં મેઘરાજાની ધડબડાટીઃ મન મુકીને વરસ્યા, ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ
વ્યારા - 5.55 ઇંચ, ડોલવણ - 5.31 ઇંચ, સોનગઢ - 4.65 ઇંચ, વાલોદ - 4.21 ઇંચ, ઉચ્છલ - 1.57 ઇંચ, કુકરમુંડા-1.18 ઇંચ,નિઝાર - 0.98 ઇંચ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં હવે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેનાથી લોકોને હવે ગરમીમાંથી રાહત મળી રહી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ શહેરની વાત કરવામાં આવે તો, અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહણ ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
તાપી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તે તાલુકાની યાદી નીચે પ્રમાણે છે.
વ્યારા - 5.55 ઇંચ, ડોલવણ - 5.31 ઇંચ, સોનગઢ - 4.65 ઇંચ, વાલોદ - 4.21 ઇંચ, ઉચ્છલ - 1.57 ઇંચ, કુકરમુંડા-1.18 ઇંચ,નિઝાર - 0.98 ઇંચ
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
