<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

કનખાડી ગામે આમલીનું ઝાડ કાપતા પાડોશી સાથે માથાકૂટ થતા જાનથી મારી નાખવાની ધમકી આપી

વરસાદી પાણી ટપકતા છાપરે તાડપત્રી નાંખતા ઝાડ નડતું હોય તેની દાળ કાપવા જતા પાડોશીએ ડંડા વડે માર માર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કનખાડી ગામમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ પાડોશીએ ડંડો મારી ધમકી આપી હતી

   મળતી વિગતો અનુસાર સંજયભાઈ માધુભાઈ તડવી (રહે.કનખાડી(મંદિર ફળીયું) તા.સાગબારા) એ આપેલ ફરિયાદ મુજબ તેમના ઘરની પાછળ આવેલ અડાળીમાં વરસાદનું પાણી ટપકતુ હોય અડાળી ઉપર તાડપત્રી નાંખતા હતા તે વખતે તેમના ઘરની પાછળ આવેલ આમલીના ઝાડની ડાળીઓ તેમના ઘર ઉપર આવતી હોય જેથી તેઓ આમલીના ઝાડની ડાળી કાપતા હતા તે વખતે પાડોશ ની દિકરી એ કહ્યું કે આ આમલીનું ઝાડ તારા બાપનું છે.? કોને પુછીને કાપે છે તેમ કહી બોલા ચાલી કરેલ તે ઝગડાની રીષ રાખી પાડોશી દીકરીનો બાપ જયસિંગભાઇ ભીમસિંગભાઇ તડવી (રહે.કનખાડી તા.સાગબારા )સાંજના છ એક વાગે હાથમાં ડંડો લઈને સંજયભાઈના ઘરે જઇ કહેવા લાગેલ કે મારી દિકરી સાથે કેમ ઝગડો કરતો હતો તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ડંડા વડે સંજયભાઈને જમણી આંખની બાજુમાં એક સપાટો મારી ફેકચરની ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(11:26 PM IST)