તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
નાંદોદ તાલુકાના માંગરોલ ગામથી રાજપીપળા જતા વ્યક્તિની બાઇકને ટ્રકએ ટક્કર મારતા મોત
આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને વડોદરા સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં પાચમાં દિવસે મોત : ટ્રક ચાલક રામપરા ગામમાં કેળા ભરવા આવતો હોય ત્યારે રામપરા પાસે અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા માં આવેલા રામપરા ગામ પાસે થયેલા અકસ્માતમાં ટ્રક એ બાઇક ને ટક્કર મારતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે
રાજપીપળા પોલીસમાંથી મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના માંગરોલ ગામના કમલેશભાઈ શિવલાલભાઈ પટેલ(ઉ.વ.53) નાઓ મોટરસાઇકલ લઈ માંગરોલથી રાજપીપળા જતા હતા ત્યારે રામપરા ગામના વળાંકમાં પૂરપાટ આવતી કેળા ભરવા જતી ટ્રક નંબર UP.13 CT. 1406 ના ચાલકે કમલેશભાઈની મોટરસાઇકલને અડફટમાં લઈ ટક્કર મારતા તેઓ રોડની સાઇડમાં ફંગોળાઈ ગયા હતા આ ઘટના માં કમલેશભાઈને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તેમને વડોદરા હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ જવાયા હતા ત્યારે સારવાર દરમિયાન આજે અકસ્માતના પાંચમાં દિવસે કમલેશભાઈ પટેલનું મોત નિપજતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જોકે ટ્રક ચાલક અકસ્માત બાદ નાશી છૂટ્યો હોય પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
