તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ :જામકંડોરણા ઇડર અને ધાનેરામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
ધોરાજી તાલુકામાં 4.6 ઈંચ ,જોડિયા તાલુકામાં 4.0 ઈંચ, મુંદ્રા તાલુકામાં 3.86 ઈંચ,લાલપુર તાલુકામાં 3.7 ઈંચ,જેતપુર તાલુકામાં 3.46 ઈંચ,વઢવાણ તાલુકામાં 3.31 ઈંચ અને ચૂડા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 199 તાલુકામાં વરસાદ થયો છે.
ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. ગુજરાતના 66 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે
ધોરાજી તાલુકામાં 4.6 ઈંચ ,જોડિયા તાલુકામાં 4.0 ઈંચ, મુંદ્રા તાલુકામાં 3.86 ઈંચ,લાલપુર તાલુકામાં 3.7 ઈંચ,જેતપુર તાલુકામાં 3.46 ઈંચ,વઢવાણ તાલુકામાં 3.31 ઈંચ અને ચૂડા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ વરસ્યો છે
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
